આ છે ખિલજીની પત્ની, વિદેશમાં પણ ‘પદ્માવત’નો ક્રેઝ

પદ્માવતને રિલિઝ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. હિન્દી સિનેમાની આ બહુચર્ચિત ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં જ દેશની સાથે સાથે વિદેશના દર્શકોમાં ઉત્સાહ જોવા મલઈ રહ્યો છે. વિવાદના કારણે આ ફિલ્મનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે પરંતુ ફિલ્મના વિવાદ સિવાય આ ફિલ્મમાં જાણવા જેવી અન્ય કેટલીક રસપ્રદ બાબતો છે.

ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં માત્ર દિપિકા, રણવીર અને શાહિદને જ જોવામાં આવ્યાં  છે પરંતુ ફિલ્મમાં તેમના સિવા પર મહત્વુપુર્ણ ભુમિકાઓ છે, જે આ ફિલ્મની કથાને રસપ્રદ બનાવશે. ફિલ્મમાં આવું જ એક પાત્ર અલાઉદ્દીન ખિલજીની પત્નીનું છે. ઉલ્લેખનીય છે કે અલાઉદ્દીન ખિલજીની ભુમિકામાં રણવીર સિંહ અને ખીલજીની પત્ની મેહરૂનિસાની ભુમિકા અદિતીરાવ હૈદરી નિભાવી રહી છે. હજુ સુધી ફિલ્મમાં અદિતીના લુકનો ખુલાસો કરવામાં નથી આવ્યો પરંતુ તેના ચાહકો તેનો લુક જોવા માટે ઉત્સાહિત છે.

તેવામાં રાજા રતન સિંહની ભુમિકામાં શાહિદ કપૂર જોવા મળશે અને તેની પત્ની પદ્માવતીની ભુમિકા દિપિકા પાદુકોણ નિભાવી રહી છે, જો કે તે તેમની બીજી પત્ની છે. તેમની પહેલી પત્નીની ભુમિકામાં અનુપ્રિયા ગોયંકા જોવા મળશે. આ ફિલ્મની રીલીઝને લઇને વિદેશી બોક્સ ઓફિસ પર પહેલાં જ લીલી ઝંડી મળી ગઇ હતી પરંતુ તેને ભારતના બોક્સ ઓફિસના ગ્રીન સિગ્નલનો ઇન્તેઝાર હતો. વિદેશી ડિસ્ટ્રીબ્યુટર્સે પણ આ ફિલ્મને નવી રિલિઝ ડેટ પર જ રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. યૂકે, યૂએસ સહિત અનેક દેશોમાં આ ફિલ્મની રિલિઝને લઇને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને આદેશમાં સંશોધન કરવાની માંગ કરી હતી. મંગળવારે સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે બંને રાજ્યોની અરજી નકારી કાઢી હતી. હવે આ ફિલ્મ કોઇપણ અડચણ વિના દરેક રાજ્યોમાં રિલિઝ થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter