અધિક માસનો અંતિમ દિવસ : ભાવિકોએ નર્મદામાં સ્નાન કરી કુબેરભંડારી મહાદેવના દર્શન કર્યા

આજે પવિત્ર અધિક માસનો અંતિમ દિવસ છે. એક માન્યતા મુજબ આખા  મહિનામાં જેને અધિક માસ ન કર્યો અને અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરી કુબેર ભંડારી મહાદેવના દર્શન કરે તો આખા મહિનાનું પુણ્ય મળે છે.

નર્મદા જીલ્લાના પોઈચા ગામના ત્રિવેણી સંગમ પર દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા હતા અને નર્મદા કિનારે સ્નાન કરી કુબેરભંડારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નર્મદામાં સ્નાન કરવાથી દરેક પાપનો નાશ થાય છે અને આજના દિવસે તર્પણ કરવાથી પણ પોતાના પૂર્વજોને મુક્તિ મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter