રોમિયો અકબર વૉલ્ટરમાં સુશાંતને રિપ્લેસ કરશે આ અભિનેતા

સુશાંત સિંઘ રાજપૂત આગામી થ્રીલર ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટરમાં કામ કરી રહ્યો હતો અને તેણે ફિલ્મનું  પોસ્ટર પણ શેર કર્યું હતું પરંતુ  હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે સુશાંતે તેના કેટલાક કમિટમેન્ટને કારણે આ ફિલ્મ છોડી દીધી છે.  અને હવે તે આ ફિલ્મ નથી કરી રહ્યો.

ત્યારે આ ફિલ્મની સુશાંતની ભૂમિકા ઇન્ડસ્ટ્રીના એક જાણીતા કલાકારને સોંપવામાં આવી છે.અને સુશાંતના બદલે કામ કરનારા અભિનેતા તરીકે અભિષેક બચ્ચનનું નામ ચર્ચાઈ રહ્યું છે.

અભિષેક બચ્ચન હાલમાં  રો ફિલ્મમાં લીડ કરી રહ્યો છે અને તેણે પલટન ફિલ્મ છોડી દીધી છે. અભિષેક હમણાં તો  માલદિવમાં પરિવાર સાથે  રજાઓ માણી રહ્યો છે પરંતુ તે આવી જશે ત્યાર બાદ રોમિયો ફિલ્મનું કામ શરૂ થઈ શકશે.

આ ફિલ્મ માટે અભિષેકનું અલગ પ્રકારનું ફિટનેસ રેજિમ તૈયાર કરવામાં આવશે.  જે આ ફિલ્મ માટે જરૂરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter