જેમ્સ બોન્ડ અભિનેતા રોજર મૂરનું કેન્સરથી નિધન

જેમ્સ બોન્ડની ભૂમિકા નિભાવી પ્રશંસકોનું દિલ જીતનાર જાણીતા હોલીવૂડ અભિનેતા રોજર મૂરનું 89 વર્ષની વયે સ્વિત્ઝર્લેન્ડમાં કેન્સરથી નિધન થયું હતું. તેમણે જેમ્સ બોન્ડની સિરીઝીની સાત ફિલ્મોમાં જેમ્સ બોન્ડની ભૂમિકા નિભાવી હતી.

જેમ્સ બૉન્ડની ભૂમિકા નિભાવનાર લેજેન્ડરી હૉલિવૂડ સ્ટાર રોજર મૂરે 89 વર્ષની વયે સ્વિત્ઝર્લેન્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા સમયથી મૂર કેન્સરની બિમારીથી પિડાઇ રહ્યા હતા. રોજર મૂરનાં પરિવાર તરફથી એક આધિકારિક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વિગતો આપવામાં આવી હતી. મૂરની છેલ્લી ઇચ્છા અનુસાર મોનેકોમાં તેમની અંતિમ વિધી કરવામાં આવશે.

6 દાયકાથી પણ મોટા કરિયર સ્પેનમાં તેમણે જેમ્સ બોન્ડ સિવાય પણ ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, ભારતમાં શૂટ થનારી એક માત્ર જેમ્સ બૉન્ડ ફિલ્મ ઑક્ટોપસીમાં તેમણે જેમ્સ બોન્ડનો રોલ પ્લે કર્યો હતો. જોકે, યુનિસેફ સાથે તેમણે હ્યુમનિટેરિયન વર્ક કર્યું હતું જેનાં પગલે તેમને બ્રિટનનાં સર્વોચ્ચ સન્માન નાઇટહૂડથી નવાજવામાં આવ્યા હતા.

રોજર મૂરે જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મ ‘લિવ એન્ડ લેટ ડાઇ’, ‘ધ મેન વીથ ગોલ્ડન ગન'(1974), ‘ ધ સ્પાઈ વ્હુ લવ્ડ મી’ (1977), ‘મૂન રેકર'(1979), ‘ફોર યોર આઈ્સ ઓન્લી'(1981), ‘ઓક્ટોપસ્સી’ (1983) અને ‘અ વ્યૂ ટૂ અ કિલ'(1985) ફિલ્મમાં જેમ્સ બોન્ડનો રોલ નિભાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રોજર મૂરનો જન્મ વર્ષ 1927માં લંડનમાં થયો તો. તેમણે મૉડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેઓ ફિલ્મોમાં આવ્યા હતા.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter