તમને આર્થિક નુકસાનથી બચાવશે વાસ્તુશાસ્ત્રના આ 4 ઉપાય

આર્થિક સ્થિતિને સુધારવા માટે ફક્ત ધન કમાવુ જ પૂરતું નથી પરંતુ આ ધનની બચત કરવી પણ તેટલી જ જરૂરી છે. ઘણી વખત અનેક પ્રયાસો કરવા છતાં આપણે બચત કરી શકતા નથી. કોઇને કોઇ કારણોસર પણું બજેટ ખોરવાઇ જ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો તેના માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાંક ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાયોની મદદથી તમે નાના આર્થિક નુકસાનથી બચી શકો છો.

-જો તમે તિજોરીમાં પૈસા મુકતા હોય તો તિજોરીને દક્ષિણની દિવાલ પાસે એવી રીતે ન મુકો કે તેનુ મુખ ઉત્તર દિશા તરફ રહે. પૂર્વ દિશા તરફ તિજોરીનું મુખ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે પરંતુ ઉત્તર દિશાને શ્રેષ્ઠ માનવામાં આવી છે.

-ટપકતા નળને પણ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકસાનનું મોટુ કારણ માનવામાં આવ્યું છે. આ અંગે બહુ ઓછા લોકો જાણતા હશે કે વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર નળ ટપકવો ધીરે ધીરે ધન ખર્ચ થવાનો સંકેત છે. તેથી જો નળ માંથી સતત પાણી ટપકતું રહેતું હોય તો તરત જ નળ બદલાવી નાંખો.

-તમારા બેડરૂમના પ્રવેશદ્વારની સામેની દિવાલની ડાબી બાજુના ખૂણે કોઇ ધાતૂની વસ્તુ લટકાવી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર છે. જો આ દિશામાં આવેલી દિવાલમાં તિરાડ હોય તો તેનું સમારકામ કરાવી લો. આ દિશામાં તિરાડો હોવી તે પણ આર્થિક નુકસાનનું એક કારણ છે.

-ઘણાં ઓછા લોકો એ વાત જાણતા હશે કે ઘર માંથી જળ કઇ દિશા માંથી બહાર જઇ રહ્યું  છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જળની નિકાસ પણ અનેક બાબતોને પ્રભાવિત કરે છે. જે લોકોના ઘરમાં જળની નિકાસ દક્ષિણ અથવા પશ્વિમ દિશામાં થાય છે તેમણે આર્થિક સમસ્યાઓની સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉત્તર અને પૂર્વ દિશામાં જળની નિકાસ આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter