ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત પ્રથમ ક્રમે, કુમાર વિશ્વાસે કહ્યું બનાવી દીધોને નંબર 1

ફોર્બ્સે ભ્રષ્ટ દેશોની એક યાદી જાહેર કરી છે. ગ્લોબલ સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના આંકડાના આધારે જાહેર કરવામાં આવેલી યાદીમાં એશિયામાં ભારત પ્રથમ ક્રમાંકે છે. ભારતમાં લાંચ લેવાનો દર 69 ટકા હોવાનું આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

એશિયાના ટોચના 5 ભ્રષ્ટ દેશોમાં ભારત પછી વિયતનામ, ત્રીજા ક્રમાંકે થાઈલેન્ડ, ચોથા ક્રમાંકે પાકિસ્તાન અને પાંચમા ક્રમાંકે મ્યાંમાર છે. ભારતમાં નોટબંધી જેવી ભ્રષ્ટાચાર અને કાળા ધનને રોકવાની મોટી કવાયત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં ફોર્બ્સની ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનું સ્થાન પાકિસ્તાન કરતા પણ આગળ છે.

ફોર્બ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ 6 પબ્લિક સર્વિસિસમાં પચાસ ટકાથી વધારે લોકોને લાંચ આપવાની નોબત આવે છે. આ પબ્લિક સેક્ટર્સમાં શાળા, હોસ્પિટલ, આઈડી ડોક્યુમેન્ટ, પોલીસ અને યુટિલિટી સર્વિસિસનો સમાવેશ થાય છે.

ભારતમાં પોલીસ વિભાગમાં 54 ટકા, સ્કૂલ્સમાં 58 ટકા, હેલ્થકેરમાં 59 ટકા લોકોને લાંચ આપવી પડે છે. જો કે ફોર્બ્સના આર્ટિકલમાં વડાપ્રધાન મોદીના ભ્રષ્ટાચાર સામેની લડતની કોશિશોની પ્રશંસા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 53 ટકા લોકોનું માનવું છે કે તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે. તેમના કારણે લોકો ખુદને મજબૂત મહેસૂસ કરે છે.

ફોર્બ્સની ટ્વિટને કુમાર વિશ્વાસે પણ ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરતા લખ્યું છે કે પહેલા જ કહ્યું હતું ને કે નંબર વન બનાવી દઇશ, તો બનાવી દીધા. માનવામાં આવી રહ્યું છે કે કુમાર વિશ્વાસે આ ટ્વિટ દ્વારા નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. ઘણા લોકોએ કુમાર વિશ્વાસના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે.

બર્લિન બેસ્ડ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલની 2015ના કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સમાં 168 દેશોની યાદીમાં ભારતનો 76 ક્રમાંક હતો. 2014માં 100 દેશોની યાદીમાં ભારતનો ક્રમાંક 38મો હતો. ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત બાદ વિયતનામ છે અને વિયતનામમાં લાંચ લેવાનો દર 65 ટકા છે. તો ચોથા ક્રમાંકે પાકિસ્તાન છે અને અહીં લાંચ લેવાનો દર 40 ટકા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter