એબી ડીવિલિયર્સની ધમાકેદાર બેટિંગ, 19 બોલમા બનાવ્યા 50 રન

સાઉથ આફ્રિકાના સ્ફોટક બેસ્ટમેન એબી ડીવિલિયર્સે એકવાર ફરી પોતાની ધમાકેદાર બેટિંગ દ્વારા દર્શકોનું દીલ જીતી લીધું. પોતાના ઘર આંગણે રમાઇ રહેલી ટી-20 ટુર્નામેન્ટ રેમ સ્લેમના ત્રીજા મેચમાં જ ડીવિલિયર્સની તોફાની ઇનિંગ જોવા મળી છે.

પોતાની ટીમ ટાઇન્ટ્સ માટે રમતા ડીવિલિયર્સે માત્ર 19 બોલમાં 50 રનોની ધમાકેદાર ઇનિંગ રમ્યો. જેમાં 5 સિક્સ અને 3 ફોર સામેલ છે. તેના સિવાય એલ્બી માર્કેલે પણ 16 બોલમાં 41 રનોની તોફાની બેટિંગ કરી. તેના કારણે ટાઇન્ટ્સે લોયસને 8 વિકેટે પરાજય આપ્યો.

આ મેચમાં વરસાદને કારણે ઓવરની સંખ્યા ઘટાડીને 15 કરી નાંખી હતી. પહેલા બેટિંગ કરતા લોયસની ટીમે 15 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 127 રન બનાવ્યા. લોયસની તરથી રેજા હેંડ્રિક્સે 42 બોલમાં 67 રનો બનાવ્યા હતા. જોકે હેડ્રિક્સ સિવાય કોઇપણ બેસ્ટમેન પોતાનું જાદુ ચલાવી શક્યો નહી.

ત્યારે લક્ષ્યનો પીછો કરતી ટાઇન્ટ્સની ટીમને ક્વિન્ટન ડી કોક અને હેનરી ડેવિડ્સે શાનદાર શરૂઆત આપી. આ બન્ને ઓપનર બેસ્ટમેને પહેલી વિકેટ માટે 42 રન જોડ્યા. ત્યારબાદ ડીકોકે 39 રનોનું યોગદાન આપ્યું.

જે બાદ એલ્બી મોર્કલ અને ડીવિલિયર્સે ઇનિંગ અને લોયસ ટીમે બોલરની ધુલાઇ કરી. ડીવિલિયર્સે શાનદાર બેટિંગ કરતા 19 બોલમાં 50 રન ઠોકી દીધા. જ્યારે મર્કેલે 16 બોલમાં 41 રન બનાવ્યા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter