દિલ્હીમાં સત્યેન્દ્ર જૈનના ઘરે CBIના દરોડા, AAPનો ભાજપ પર હુમલો

દિલ્હીની કેજરીવાલ સરકાર પર સીબીઆઇ લગાતાર સંકજો કસી રહી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના નિવાસે સીબીઆઇના દરોડા બાદ હવે સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે સીબીઆઇ પહોંચી છે.

સીબીઆઇએ સત્યેન્દ્ર જૈનની પત્નીની મની લોન્ડરીંગના મામલામાં સ્પષ્ટીકરણ માટે પહોંચી હતી. હકીકતમાં મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની પત્નીની પૂછપરછ કરવા માગે છે. જેમાં જૈનની પત્નીએ જ સમય આપીને સીબીઆઇની ટીમને તેમના નિવાસસ્થાને બોલાવી હતી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ સીબીઆઇની પૂછપરછ માટે ભાજપ પર હુમલો કર્યો. આપ પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સત્યેન્દ્ર જૈન પર હવાલા દ્વારા મની લોન્ડરિંગનો આરોપ ખોટો છે. ભાજપ દ્વારા તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter