દિલ્હીમાં પેટ્રોલના ભાવ અેટલા વધ્યા કે મશીન થયા બંધ, 2 દિવસથી પેટ્રોલપંપ બંધ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં  આજે પણ ભડકો થયો છે. પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડીઝલની કિંમતમાં 22 પૈસાનો વધારો નોંધાયો છે.  દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.25 રૂપિયા પ્રતિ લીટર જ્યારે, ડીઝલની કિંમત 73.80 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.67 રૂપિયા પ્રતિલીટર, ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે.  દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં વેચાઈ રહ્યુ છે. પરભણીમાં પેટ્રોલની કિંમતે 90 રૂપિયાની સપાટી વટાવી છે. પરભણીમાં પેટ્રોલ  90.45 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યુ છે. દેશના અન્ય શહેરોમાં કોલકત્તા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં મોંઘવારી બેકાબૂ થવાના એંધાણ છે.

મશીનમાં પ્રતિ લીટરનાં અધિકત્તમ ભાવ ૯૯.૯૯ રૂપિયા જ ફીડ થઇ શકતા હતા

દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર ગયા શનિવારે પ્રીમિયમ પેટ્રોલ ૯૯ ઓકટોનનો ભાવ ૧૦૦ રૂપિયાથી પણ વધારે થઇ ગયો. મોટી વાત તો એ છે કે પેટ્રોલના ભાવ આ સ્તરે પહોંચતા જ તેનું વેચાણ બંધ કરવું પડયું કારણ કે મશીનમાં પ્રતિ લીટરનાં અધિકત્તમ ભાવ ૯૯.૯૯ રૂપિયા જ ફીડ થઇ શકતા હતા. જેના પરિણામ સ્વરૂપે પંપની સેવા બંધ કરીને એન્જીનીયરીંગ ટીમની મદદથી તેને રીકેલીબર કરવા પડયા. આ કાર્યવાહીમાં પંપ પર બે દિવસ વેચાણ બંધ રાખવું પડયું.

આ પેટ્રોલ પુણે, મુંબઇ, દિલ્હી, નોઇડા, જાલંધર, બેંગ્લોરના એક બે પંપ પર જ વેચાણ

સરકારી ઓઇલ વિતરણ કંપની એચપીસીએલ પાવર ૯૯ નામથી ઓકટેન પેટ્રોલ વેચે છે. જેની કિંમત સાદા પેટ્રોલથી લગભગ ૨૦ રૂપિયા વધારે હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટ્રોલનું પર્ફોમન્સ બહેતર હોય છે અને તેનાથી અેન્જિનનું આયુષ્ય પણ વધે છેે. એટલે મોંઘી ગાડીઓ વાળા ગ્રાહકો આ પેટ્રોલને જ પસંદ કરે છે. એચપીસીએલ અત્યારે આ પેટ્રોલ પુણે, મુંબઇ, દિલ્હી, નોઇડા, જાલંધર, બેંગ્લોરના એક બે પંપ પર જ વેચે છે.

રીકેલીબ્રેશન પછી વેચાણ ચાલુ કરાયું આઠમી સપ્ટેમ્બરે ૯૯ ઓકટેન પેટ્રોલનો ભાવ ૧૦૦.૩૩ રૂપિયા થઇ ગયો હતો. આ પહેલાં સુધી પેટ્રોલ પંપમાં પ્રતિલીટર વધુમાં વધુ ૯૯.૯૯ રૂપિયા સુધીના ફીડીંગની જ વ્યવસ્થા હતી. જયારે તેની કિંમત ૧૦૦થી ઉપર ગઇ તો ડીસ્પ્લે ઉપર કિંમત ૦૦.૩૩ રૂપિયા પ્રતિલીટર દેખાડવા લાગી. એટલે તેને દુરસ્ત કર્યા વગર વેચાણ નહોતું કરી શકાય એમ લાગવાથી તેનું વેચાણ બંધ કરવામાં આવ્યું અને કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

મોંઘી ગાડીઓમાં પુરાય છે આ પેટ્રોલ

દિલ્હીમાં આ પેટ્રોલ અશોક હોટલ પાસે ઓટો કેર પંપ અને ચીડીયાઘરની બાજુમાં રાજીવ સર્વિસ સ્ટેશન પર મળે છે. આ પંપ ઓટોમેટીક છે, એટલે કે ત્યાં કિંમત સેંન્ટ્રલ સર્વર ઉપરથી અપડેટ થાય છે. તે દિવસે સર્વર સિસ્ટમને તો દુરસ્ત કરાઇ જ હતી, એન્જીનિયરોએ તેને રીકેલીબર પણ કરી હતી. તે છતાં રવિવારે સિસ્ટમ ફરીથી બગડી હતી. આમ શનિવાર અને રવિવારે વેચાણ બંધ રાખવું પડયું હતું. ગુરૂવારે આ પેટ્રોલની કિંમત ૧૦૦.૯૫ હતી. મોંઘી ગાડીઓમાં પુરાય છે આ પેટ્રોલ અધિકારીનું કહેવું છે કે કરોડો રૂપિયાની ગાડી રાખનારાઓ આ જ પેટ્રોલ ખરીદે છે. એટલું જ નહીં ચાણકય પુરીમાં આવેલા બધા દૂતાવાસના વાહનોમાં પણ લગભગ આ જ પેટ્રોલ પુરવામાં આવે છે. લાખો રૂપિયાની કિંમતે મળતી સુપર બાઇકસમાં પણ આ પેટ્રોલ જ વાપરવામાં આવે છે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter