નાના ભાઇને બચાવવા ગાયના હુમલા સામે લડી 8 વર્ષની બાળકી, VIDEOમાં કેદથી બહાદુરી

નાના ભાઇને એક હુમલાખોર ગાયથી બચાવવા માટે તેની સાથે લડનારી એક 8 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ મામલો કર્નાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બન્યો છે.

અહીં એક ગાય અચાનક ઘરની બહાર એક બાળકી અને તેના નાના ભાઇ પર હુમલો કરે છે. જાણીને નવાઇ લાગશે પરંતુ ગાયના હુમલા બાદ પણ બાળકી તેનાથી ડરતી નથી. વિપરીત પરિસ્થિતિમાં પણ તે પોતાના ભાઇને બચાવવામાં સફળ થાય છે. તેની બહાદુરીની આ ઘટના પાસે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વીડિયો જોતા કહી શકાય કે જો નાની બાળકીએ સમય રહેતા યોગ્ય પગલુ ન ઉઠાવ્યુ હોત તો કંઇપણ બની શક્યું હોય.

આ ઘટના 13 ફેબ્રુઆરીની છે. 8 વર્ષની આરતી પોતાનાથી 4 વર્ષ નાના ભાઇ સાથે ઘરની સામે રમી રહી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે નાનો ભાઇ એક રમકડાની કાર પર બેઠો હતો. જ્યારે આરતી તેના પર બેસેલા પોતાના નાના ભાઇને ધક્કો મારી રહી છે. ત્યારે જ વિપરીત દીશામાંથી અચાનક એક ગાય દોડતા આવે છે અને આરતી અને તેના નાના ભાઇ પર હુમલો કરી દે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે આરતી ગાયના હુમલાથી ભાઇને બચાવવાના તમામ પ્રયાસ કરે છે. તે ભાઇની કારને પાછળથી ખેંચતા એક ખુણામાં લઇ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગાય શિંગડા મારી તેને ઘાયલ કરવાની કોશિશ કરે છે.

તેના બાદ આરતી પોતાના ભાઇને કારથી ઉઠાવી લે છે. અને પોતાની પીઠ ગાયની તરફ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે ભાઇને બચાવવા માટે આરતી પોતાની જિંદગી ખતરામાં મુકી દે છે. તે કોશિશ કરે છે કે જેથી ગાય શિંગડા મારે તો ઇજા તેને પહોંચે નહીં કે નાના ભાઇને.

પરિસ્થિતિ વધુ બગડે એ પહેલા એક વ્યક્તિએ ઘરથી બહાર નીકળે છે અને તે ગાયને ભગાડી મુકે છે. નાની એવી આ બાળકીએ ઓછા સમયમાં જે બહાદૂરી અને સમજદારી દર્શાવી, તેના કારણે તેનો નાનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થતા બચી ગયો. વીડિયોના વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો નાની બાળકીના પ્રશંસા કરી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter