શસ્ત્રોના સોદાગર : આખી દૂનિયાને ફક્ત 6 દેશો પૂરા પાડે છે 75 ટકા શસ્ત્રો !

દુનિયાના ભૂરાજકીય પ્રવાહોમાં શસ્ત્રોના બજારની મોટી જ નહીં. પણ સૌથી મોટી ભૂમિકા છે. દુનિયાના છ દેશો 75 ટકા જેટલા હથિયારો દુનિયાભરમાં વેચે છે. આ છ દેશોમાં અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાંસ, ચીન અને યુકેનો સમાવેશ થાય છે. આ છ દેશો દુનિયાની સૈન્ય અને આર્થિક શક્તિઓ પણ છે.

દુનિયામાં સૌથી વધારે શસ્ત્રોની નિકાસના મામલે અમેરિકા પ્રથમ ક્રમાંકે 2013થી 2017 દરમિયાન દુનિયામાં અમેરિકાએ 34 ટકા શસ્ત્રો વેચ્યા હતા અને 2008થી 2012 સુધીમાં અમેરિકા દ્વારા શસ્ત્રોનું વેચાણ 30 ટકા થયું હતું. 2013થી 2017 દરમિયાન રશિયાએ 22 ટકા અને 2008થી 2012 દરમિયાન રશિયાએ 26 ટકા હથિયારો દુનિયામાં વેચ્યા હતા. ફ્રાંસે 2013થી 2017 દરમિયાન 6.7 ટકા અને 2008થી 2012 સુધીમાં 5.8 ટકા હથિયારો દુનિયાભરમાં વેચ્યા હતા. જર્મનીએ 2013થી 2017 દરમિયાન 5.8 ટકા અને 2008થી 2012 દરમિયાન 7.4 ટકા શસ્ત્રોનું દુનિયાભરમાં વેચાણ કર્યું હતું. ચીને 2013થી 2017 દરમિયાન 5.7 ટકા અને 2008થી 2012 દરમિયાન 4.6 ટકા શસ્ત્રોનું વેચાણ કર્યું હતું. તો યુકે દ્વારા 2013થી 2017 દરમિયાન 4.8 ટકા અને 2008થી 2012 દરમિયાન 3.8 ટકા હથિયારોનું દુનિયાભરમાં વેચાણ કર્યું હતું.

ભારતને બીજા ક્રમાંકે સૌથી વધુ હથિયારો પુરું પાડતું અમેરિકા દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર સોદાગર છે. 2013થી 2017 દરમિયાન અમેરિકા સૌથી વધુ 18 ટકા શસ્ત્રો સાઉદી અરેબિયાને, બીજા ક્રમાંકે યુએઈને 7.4 ટકા હથિયાર અને ત્રીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયાને 6.7 ટકા હથિયારો પુરા પાડે છે.

2013થી 2017 દરમિયાન  રશિયા સૌથી વધુ 35 ટકા હથિયારો ભારતને નિકાસ કરે છે. ભારતના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી ચીનને રશિયા બીજા ક્રમાંકે 12 ટકા અને ભારતના મિત્ર તથા ચીનના પ્રતિસ્પર્ધી વિયતનામને રશિયા 10 ટકા હથિયારો પુરા પાડે છે. 2013થી 2017 દરમિયાન  ફ્રાંસ સૌથી વધુ 25 ટકા હથિયારો ઈજીપ્તને પુરા પાડે છે. બીજા ક્રમાંકે ફ્રાંસ બે વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી ચીન અને ભારતને અનુક્રમે 8.6 ટકા અને 8.5 ટકા હથિયારો પુરા પાડે છે. 2013થી 2017 દરમિયાન  જર્મની સૌથી વધુ 14 ટકા હથિયારો સાઉથ કોરિયાને પુરા પાડે છે. બાદમાં ગ્રીસ અને ઈઝરાયલને અનુક્રમે 11 ટકા અને 8.6 ટકા શસ્ત્રોનું વેચાણ કરે છે. 2013થી 2017 દરમિયાન  ચીન દ્વારા સૌથી વધુ 35 ટકા શસ્ત્રો પાકિસ્તાનને વેચવામાં આવે છે. તો બાંગ્લાદેશને બીજા ક્રમાંકે ચીન સૌથી વધુ 19 ટકા શસ્ત્રોની નિકાસ કરે છે અને અલ્જેરિયાને ચીન ત્રીજા ક્રમાંકે 10 ટકા હથિયારો પુરાં પાડે છે. 2013થી 2017 દરમિયાન  બ્રિટન સૌથી વધુ 49 ટકા હથિયારો સાઉદી અરેબિયાને વેચે છે. બીજા ક્રમાંકે ઓમાનને 14 ટકા અને ઈન્ડોનેશિયાને 9.9 ટકા હથિયારોનું વેચાણ કરે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter