બ્રિટન સરકારે વિદ્યાર્થીઓના વિઝાનો હેલ્થ સરચાર્જ કર્યો બમણો

બ્રિટનની સરકારે લાંબા ગાળાના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટેના વિઝાનો’હેલ્થ સરચાર્જ બમણો કરવાનો નિર્ણય લીધો છે. આ સરચાર્જ હવે ૨૦૦ પાઉન્ડથી વધીને ૪૦૦ પાઉન્ડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે હાલ હેલ્થ સરચાર્જ ૧૫૦ પાઉન્ડ છે તે વધીને ૩૦૦ પાઉન્ડ કરાશે.

નવી નીતિના કારણે હવે યુરોપિયન દેશો સિવાયના દેશોમાંથી બ્રિટનમાં છ મહિનાથી વધુ રહેવા આવનારા વિદેશીઓને હવે હેલ્થ સરચાર્જ બમણો ચૂકવવો પડશે. બ્રિટિશ સરકારે નેશનલ હેલ્થ સર્વિસ માટે વધારાનું ફંડ એકત્ર કરવા આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક અંદાજ મુજબ વિઝા પર હેલ્થ સર્વિસ ચાર્જ વધવાથી બ્રિટનની સરકારને દર વર્ષે લગભગ ૨.૨ કરોડ પાઉન્ડની વધુ આવક થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter