14 વર્ષનો મૂળ ભારતીય આ બાળક બન્યો વિશ્વનો સૌથી નાનો પાયલટ

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રહેતો 14 વર્ષીય ભારતીય મૂળ કિશોર મંસૂર અનીસ સૌથી ઓછી ઉંમરમાં પાયલટ બની ગયો છે. અનીસે આ ઉપલબ્ધિ કેનેડામાં એક એન્જિન વાળું વિમાન ઉડાવીને મેળવી છે, તેણે આ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી વિમાન ઉડાવ્યુ. મંસૂરને ગત અઠવાડિયે કેનેડાની એવિએશન એકેડમીમાંથી સિંગલ એન્જિલ ફ્લાઇટ ઉડાડવાનું સર્ટિફિકેટ મળ્યું છે.

મંસૂર દુબઇની શરજાહમાં દિલ્હી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. દુબઇના એક ન્યૂઝ પેપર અનુસાર, મંસૂરે સેસના 152 એરક્રાફટ નામની ફ્લાઇટને ઉડાડી છે. જણાવાઇ રહ્યુ છે કે, મંસૂરને સ્ટૂડેન્ટ પાયલટ પરમિટ મળ્યુ છે. મંસૂરને પાયલટનું સર્ટિફિકેટ આપ્યા પહેલા ફ્લાઇંગ ટેસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં તે પાસ થઇ ગયો હતો. મંસૂર રેડિયો કોમ્યુનિકેશન ટેસ્ટ પણ પાસ કરી દીધી છે, જેમાં તેણે 96% આવ્યા હતા.

એએએ એવિએશન ફ્લાઇટ એકેડમીએ મંસૂરને 30 ઓગસ્ટના સર્ટિફિકેટ આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં સૌથી ઓછી ઉંમરમાં પાયલટ બનવાનો રેકોર્ડ જર્મનીના એક છોકરાના નામે હતો જેને 15 વર્ષની ઉંમરમાં જર્મની સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યુ હતુ, ત્યાર પછી 34 કલાકની ટ્રેનિંગ પૂરી કરવાર અમેરિકાના 14 વર્ષના છોકરાને આ બહુમાન મળ્યુ હતુ, નોંધનીય છે કે કેનેડામાં પાયલટની લાઈસન્સ મેળવવાની ન્યૂનતમ ઉંમર 14 વર્ષ છે. મંસૂરનો મોટો ભાઇ ક્વેદ ફૈજી પણ પાયલટ છે અને તેણે જોઇને મંસૂરને મનમાં પાયલટ બનાવવી ઇચ્છા થઇ હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter