વહુના લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાંથી, આ કહેવત સાબિત કરી 12 વર્ષના આદિત્યએ

ગુજરાતીમાં કહેવત છે કે વહુના લક્ષણ બારણામાં અને પુત્રના લક્ષણ પારણામાં. આ કહેવત 12 વર્ષના આદિત્ય ચોબેએ સાચી કરી બતાવી છે. હજુ બાળકો રમવામાં તેનો મોટા ભાગનો સમય વિતાવતા હોય છે ત્યારે આ ઉંમરમાં આદિત્ય ઓનલાઈન કંપનીનો માલિક બની ચુક્યો છે.

જબલપુરના આદિત્યએ એક બે નહિ પરંતુ હાલ સુધીમાં 82થી વધુ એપ બનાવી છે. 9 વર્ષની ઉંમરમાં એપ ડેવલપ કરવાનું શરૂ કરનાર આદિત્ય જાવા લેંગવેજના ટ્યુશન આપી રહ્યો છે. આઠમાં ધોરણમાં અભ્યાસ કરનાર આદિત્યને નવ વર્ષની ઉંમરમાં તેના પિતાએ લેપટોપ આપ્યું હતું. ત્યારે નોટપેડમાં પ્લસ પ્લસ સોફ્ટવેર ડાઉનલોડ કર્યો હતો. જેથી નોટપેડમાં ટાઈપ કરવામાં મુશ્કેલી ઉભી થઈ અને કોઈ એરર આવી હતી. ત્યારબાદ સેટિંગમાં જાવા લેંગ્વેજ જોઈ અને આદિત્યએ જાવા વિશે જાણવાનું શરૂ કર્યું. હાલમાં આદિત્ય ગૂગલ પ્લેસ્ટોરમાં બનાવવામાં આવેલી તેની એપથી ચર્ચામાં છે. આદિત્યએ જણાવ્યું હતું કે તેને મેથ્સ અને ફિજિક્સમાં વધુ રસ છે. તે કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધીને કંપની ખોલવા માંગે છે. આદિત્યના પિતા ધરમેન્દ્ર ચોબે ઓર્ડિનેંસ ફેક્ટરીમાં જુનિયર વર્ક્સ મેનેજર છે અને માતા ખાનગી સ્કુલમાં સાયન્સ ટીચર છે. આદિત્યએ તેના પિતા માટે ખાસ કેલ્ક્યુલેટર એપ બનાવી છે જેમાં અનલિમિટેડ નંબર્સ સુધી કેલક્યુલેશન કરી શકાય છે. હાલમાં આદિત્યની 48 એપ ગૂગલ પ્લે સ્ટોર પર લોડ થવા માટે વેરિફિકેશન મોડમાં છે. આદિત્યની આવડતને ધ્યાનમાં રાખીને મોટી મોટી કંપનીઓના સીઈઓ તેના પ્રોજેક્ટમાં સામેલ કરે છે અને ઓનલાઈન કમ્યુનિટીમાં પણ આદિત્યને સ્થાન આપ્યુ છે જેમા આદિત્ય નવા આઈડિયા શેર કરે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter