14 હજાર ફૂટની ઊંચાઇથી કૂદીને રેકોર્ડ બનાવ્યો 101 વર્ષના દાદીમાએ

માણસ જીવનમાં ધારે તે કરી શકે છે પછી જીવનમાં ગમે તેવા આરોહ-અવરોધ આવે. તે પોતાના મુકામ સુધી ચૌક્કસ પહોંચે છે. આવું જ કંઇક એક 101 વર્ષના દાદીમાએ 14 ફૂટની ઊંચાઇથી કૂદીને સાર્થક કરી બતાવ્યું છે. આ સાથે આ દાદીમાએ પોતાના નામે રેકોર્ડ પણ બનાવ્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની ઇરીના ઓશિયા નામના દાદીમાએ 14 હજાર ફૂટની ઊંચાઇથી સ્કાર્ઇડ્રાઇવ કરીને લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા.

ઇરીનાએ 101 વર્ષ 39 દિવસની ઉંમરમાં આ છલાંગ લગાવી છે. તેમણે જેવા જ પ્લેનમાં બેસાડવામાં આવ્યા ત્યારે તેઓ ખુશ થઇ ગયા હતા. તેમને જરા પણ ડર અનુભવાયો ન હતો. એડીલેડના આસામામાં 14 હજારની ઊંચાઇ પર આવતા તેઓ પોતાના એક સાથીની સાથે પ્લેનમાંથી કૂદી પડ્યા હતા અને જમીન પર આવીને સુરક્ષિત લેન્ડિંગ કરી હતી. સૌથી વધારે ઊંચાઇથી સ્કાર્ઇડાઇવ કરનાર ઇરીના સૌથી વૃદ્વ વ્યક્તિ છે. આ પહેલા આ રેકોર્ડ યૂકેના વેરેનના નામે હતો. પરંતુ, તે ઇરીનાથી એક દિવસ નાનો છે. એટલે કે આ રેકોર્ડ ઇરીનાના નામે રહ્યો હતો.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter