આ ફિલ્મની હાલત પણ થઈ પદ્માવત જેવી, ટિકિટો વેંચાઇ ગયા પછી અટવાઈ

ફિલ્મ પદ્માવતને લઈને રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના ચિત્રણ મામલે ભારતમાં તાજેતરમાં હિંસક દેખાવો કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આવો જ એક મામલો રશિયામાં સામે આવ્યો છે. રશિયામાં અરમાંડો ઈન્નુચીની ફિલ્મ બ્રિટિશ કોમેડી ફિલ્મ ધ ડેથ ઓફ સ્ટાલિન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. પરંતુ ગુરુવારે રિલિઝ થનારી આ ફિલ્મની ત્રણ ફેબ્રુઆરી સુધીની ટિકિટો વેચાઈ ચુકી છે. પરંતુ વિતરણ પ્રમાણપત્ર પાછું ખેંચવામાં આવતા હવે ધ ડેથ ઓફ સ્ટાલિન રશિયામાં અટવાઈ છે.

જોસેફ સ્ટાલિન ભૂતપૂર્વ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવયિત રશિયાના શાસક હતા અને તેમના સંબંધિત ક્રૂરતાની ઘણી કિવદંતીઓ પણ ચાલે છે. પરંતુ ભૂતપૂર્વ સોવિયત રશિયાના કમ્યુનિસ્ટ નેતાઓમાં લેનિન અને સ્તાલિન તરફ હજીપણ રશિયન પોતાનું જોડાણ ધરાવે છે. ત્યારે બ્રિટિશ કોમેડી ફિલ્મ ધ ડેથ ઓફ સ્ટાલિનના રશિયામાં પ્રદર્શનને લઈને વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મનું વિતરણ પ્રમાણપત્ર પાછું ખેંચવામાં આવ્યું છે. ધ ડેથ ઓફ સ્ટાલિન ફિલ્મને રોક છતાં પાયનિયર સિનેમાએ પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ફિલ્મને વાંધાજનક નહીં હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસકર્મીઓએ ફિલ્મના પ્રદર્શન પર રોક લગાવી દીધી હતી. મોસ્કોના પાયનિયર સિનેમાએ કહ્યુ છે કે આના કારણે મામલો તેમના નિયંત્રણની બહાર છે. તેની સાથે તેમણે ગ્રાહકોને તેમની ટિકિટ ખરીદીના નાણાં પાછા આપી દેવાનો વાયદો પણ કર્યો છે.

આ ફિલ્મ જોનારી એક મહિલાએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની બાબતને અતિવાદ ગણાવ્યો છે. તો એક અન્ય મહિલાએ પણ ડેથ ઓફ સ્ટાલિનને પ્રદર્શિત કરવાની તરફદારી કરી છે. દર્શકો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે કે ફિલ્મમાં કંઈજ વાંધાજનક નથી. તેમ છતાં સ્ટાલિન સંબંધિત કોમેડી ફિલ્મના પ્રદર્શનને લઈને કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે પાયનિયર થિયેટરમાં પોલીસફોર્સની તેનાતીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફિલ્મના પ્રદર્શનને લઈને વૈચારીક મતભેદ અને અતિવાદની ફરિયાદ પણ કરવામાં આવી છે. સ્ટીવ બુસમી અને જેફ્રી તંબોર અભિનિત ફિલ્મ રશિયામાં ભવિષ્યમાં પ્રદર્શિત થશે કે નહીં તે હજી અનિશ્ચિત છે. ઈન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને સાંસ્કૃતિક બાબતોના પ્રધાને જણાવ્યું છે કે ફિલ્મના રશિયન વિતરક વોલ્ગાને આની જાણકારી આપી દેવામાં આવી છે. આ ફિલ્મ રશિયામાં ભવિષ્યમાં પ્રદર્શિત કરવામાં આવે કે નહીં તેના પર બાદમાં નિર્ણય લેવામાં આવશે.

નિર્દેશક અરમાંડો ઈન્નુચીની ફિલ્મ ડેથ ઓફ સ્ટાલિન 1953માં સોવિયત સંઘના તત્કાલિન તાનાશાહ જોસેફ સ્ટાલિનના મોત બાદ મોસ્કોમાં થયેલા સત્તા સંઘર્ષ પર કટાક્ષ કરતી ફિલ્મ છે. ઓક્ટોબરમાં બ્રિટનમાં રિલિઝ થયેલી આ ફિલ્મનું સોમવારે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું અને તેમા રશિયન સિનેમા સહીત ઘણાં સાંસદો પણ પહોંચ્યા હતા. સ્ક્રિનિંગ બાદ તેઓ ફિલ્મથી નાખુશ હતા. સંસદની સંસ્કૃતિક સમિતિના નીચલા ગૃહના ઉપપ્રમુખ યેલેના દ્રેપેકોએ આરબીકે ન્યૂઝને કહ્યુ હતુ કે તેમણે તેમના જીવનમાં આટલી ખરાબ વસ્તુ ક્યારેય જોઈ નથી. તો સંસ્કૃતિક મંત્રાલયની સલાહકાર સમિતિના સદસ્ય યૂરી પોલિકોવે ફિલ્મમાં વૈચારીક મતભેદ જેવા પાસાઓ જોવા મળતા હોવાનું પણ જણાવ્યું છે.

ડેથ ઓફ સ્ટાલિન ફિલ્મના વિવાદ વચ્ચે ફેબ્રુઆરીમાં જ રશિયાના સૈન્ય ઈતિહાસમાં લડવામાં આવેલા સૌથી મોટા યુદ્ધમાંથી એક સ્ટાલિનગ્રાડના યુદ્ધની વર્ષગાંઠની પણ ઉજવણી થઈ રહી છે. માર્શલ જોર્જીના નેતૃત્વમાં રશિયાની સેનાએ જર્મન નાઝીઓને હરાવ્યા હતા. આ ફિલ્મમાં ઝુકોવનો કિરદાર જેસન ઈસાકે નિભાવ્યો છે. સંસ્કૃતિક પ્રધાન વ્લાદિમીર મેન્ડિસ્કીને લખવામાં વલા ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ઝુકોવની 21 વર્ષીય પુત્રી પણ સામેલ છે. આ ખુલ્લા પત્રમાં રશિયાના ઈતિહાસને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં અને રશિયાના નાગરિકોની યાદોને કલંકીત કરવાની બાબતની ટીકા કરવામાં આવી છે. આ ફિલ્મમાં સોવિયત સંઘના રાષ્ટ્રગાનનું પણ અપમાન કરાયું હોવાનું કહેવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલમાં આના કેટલાક ભાગને ખોટી રીતે રજૂ કરાયાનું પણ કહેવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter