સુરતનો યુવાન US આર્મીમાં ફરજ દરમ્યાન શહીદ થયો

અમેરિકન આર્મીમાં જોડાયેલો મૂળ સુરતનો કશ્યપ ભગત નામનો યુવાન 21 વર્ષની વયે શહીદ થયો છે. કામરેજના ઓરણાનો કશ્યપ ભગત 18 વર્ષની વયે યુએસ આર્મીમાં જોડાયો હતો.

કશ્યપ ભગત તે 21 સપ્ટેમ્બરે ફરજ દરમ્યાન શહીદ થયો હતો. જો કે આર્મી ચીફ ઓફ યુએસએ હજી મૃત્યુના કારણની વિગતો ગુપ્ત રાખી છે.

કશ્યરના પિતા રાજેન્દ્ર ભક્ત તેમના પરિવાર સાથે ઘણા સમય પહેલા અમેરિકા સ્થાયી થયા છે. કશ્યપે અમેરિકન આર્મીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. વર્ષ 2015 ઓક્ટોબરથી વર્ષ 2016 જુલાઈ દરમ્યાનમાં કુવૈત ખાતે યુએસ આર્મીમાં તેણે સિદ્ધિઓ હાંસલ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter