સાઉથ ચાઈના સીમાં બીજિંગની દાદાગીરી વિરુદ્ધ ફ્રાંસે પણ બ્યૂગલ ફૂંક્યું

સાઉથ ચાઈના સીમાં બીજિંગની દાદાગીરી વિરુદ્ધ ફ્રાંસે પણ બ્યૂગલ ફૂંક્યું છે. ફ્રાંસ હિંદ-પેસિફિક ક્ષેત્રમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારવા સિવાય સાઉથ ચાઈના સીમાં પોતાનું યુદ્ધજહાજ પણ મોકલી ચુક્યું છે. મે માસના આખરમાં ફ્રાંસનું જંગી યુદ્ધજહાજ ડિક્સમ્યુડ વિવાદીત સ્પ્રાટલી આઈલેન્ડ અને ટાપુઓના એક સમૂહની આસપાસ પહોંચ્યું છે.

ફ્રાંસનું જંગી જહાજ હજીપણ આ વિસ્તારમાં હાજર છે. ડિક્સમ્યૂડના કમાન્ડિંગ ઓફિસર જીન પોર્ચરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે ફ્રેન્ચ જહાજ ગુપ્તચર માહિતી પ્રાપ્ત કરવામાં માહેર તમામ તકનીકથી સજ્જ છે. તેઓ વિવાદીત જળક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા છે અને તે એક આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારનો ભાગ છે. પોર્ચરે ડિક્સમ્યુડની તકનીકનો ઉપયોગ થઈ શકે તેવી વાત પણ કહી છે. તેમણે કહ્યું છે કે ડિક્સમ્યુડે ચીનના જંગી જહાજો સાથે સૌહાર્દપૂર્ણ રેડિયો સંપર્ક ત્યાં સુધી બનાવી રાખ્યો હતો કે જ્યાં સુધી તેઓ એક વિશેષ જળ વિસ્તારમાંથી તેઓ આગળ ચાલ્યા ગયા નહીં. ફ્રાંસ આ વિવાદીત જળ વિસ્તારમાં ચીનના સૈન્ય નિર્માણને રોકવામાં મદદ માટે વાયુસૈન્ય કવાયતની યોજના પણ બનાવી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter