સરકારી કર્મીઓનો મળશે 5 ટકા મોંઘવારી ભથ્થું, રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પસાર કરાયો

કેન્દ્ર સરકારે ગત મહિને સરકારી કર્મચારીઓને પાંચ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજ્ય સરકારે ચૂંટણીને લઈને ત્વરીત અમલ કરતા પાંચ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવાનો ઠરાવ કરી દીધો છે.

જે મુજબ હવે એક જુલાઈથી તમામ કર્મચારીઓને પાંચ ટકાના દરે મોંઘવારી ભથ્થુ ચુકવાશે. આ સાથે વર્ગ-૪ના કર્મચારીઓને ૩૫૦૦ રૂપિયા બોનસ આપવા પણ ઠરાવ પસાર કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચના અમલ સાથે 12મી મેએ રોજ ઠરાવ કરીને તમામ કર્મચારીઓને ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવા જાહેરાત કરી હતી.

રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ તથા કોર્પોરશનોમાં ફરજ બજાવતા વર્ગ ૪ના કર્મચારીઓને પણ આ ઠરાવ લાગુ પડશે. પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં વર્ગ ૪ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા માત્ર વર્ગ ૪ના કર્મચારીઓને જ આ બોનસનો લાભ મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter