શેખ હસીનાએ કહ્યું- ચીન સાથે સંબંધો પર ભારતે ચિંતિત થવાની જરૂર નથી

ચીન સાથેના વધતો સંબંધો બાદ બાંગ્લાદેશ પણ ભારત સાથે અંતર વધારવા લાગ્યું છે. જેનું તાજુ ઉદાહરણ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકા-ચીનના વધતા સંબંધો પર ભારતને ચિંતા ના કરવાની સલાહ આપી છે.

તેમણે કહ્યું કે બેઇજિંગની સાથે સંબંધ માત્ર અને માત્ર દેશના વિકાસ માટે વધારી રહ્યાં છીએ. જે પણ દેશ તેમાં અમારી મદદ કરવા માંગે છે, સરકાર તેમનું સ્વાગત કરે છે. આપને જણાવી દઇએ કે ચીન બાંગ્લાદેશની સાથે સૈન્ય સંબંધોને મજબૂત કરવાની વાત કહી ચૂકયા છે. તેના માટે તેને બાંગ્લાદેશને ખૂબ જ ઓછા વ્યાજ પર 9 બિલિયન ડોલર્સની લોન આપવાની પણ વાત કહી હતી. હસીનાએ કહ્યું કે તેમના દેશના વિકાસ માટે રોકાણ અને મદદની જરૂર છે અને તેમાં જે પણ તેમની મદદ કરી શકે છે તેનું અમે સ્વાગત કરીએ છીએ.

તેમણે કહ્યું કે ભારત, ચીન, જાપાન, અને એટલે સુધી કે મિડલ ઇસ્ટના દેશ પણ બાંગ્લાદેશના વિકાસમાં સહયોગ વધારવા માટે આગળ આવ્યા છે. હસીનાએ સલાહ આપતા કહ્યું કે ભારતને ચીન-બાંગ્લાદેશના સંબંધો પર ચિંતા કરવાની જગ્યાએ પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા પર જોર આપવું જોઇએ.

જેથી કરીને ક્ષેત્રનો શ્રેષ્ઠ વિકાસ કરી શકાય. હસીનાએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધ હંમેશા સારા જ રહ્યાં છે. બંને દેશોએ બોર્ડર અને મેરીટાઇમ વિવાદોને સમજદારીથી ઉકેલયા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter