વિવાદીત દક્ષિણ ચીન સાગરમાંથી બ્રિટનનું યુદ્ધ જહાજ થશે પસાર

બ્રિટનનું યુદ્ધ જહાજ આગામી મહિને દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થવાનું છે. આવું કરીને બ્રિટનના રક્ષા સચિવ ગૈવિન વિલિયમસન તે વાત સ્પષ્ટ કરવા ઇચ્છે છે કે રોયલ નેવીની પાસે અધિકારોની સ્વતંત્રતા છે.

બ્રિટનનું યુદ્ધ જહાજ સમુદ્ર પરિવહનના અધિકારોની સ્વતંત્રતા પર ભાર આપવા માટે આગામી મહિને ઓસ્ટ્રેલિયાથી રવાના થશે. અને દક્ષિણ ચીન સાગર થઇને આગળ વધશે. મંગળવારે બ્રિટનના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી. બ્રિટનના રક્ષા સચિવ ગૈવિન વિલિયમસન આગામી મહિને સિડની અને કેનબેરાનો પ્રવાસ કરવાના છે. તેઓ ત્યાંથી સ્વદેશ પરત ફરશે ત્યારે દક્ષિણ ચીન સાગરમાંથી થઇને પસાર થશે.

વિલિયમસને કહ્યું છે કે એન્ટી સબમરીન ફ્રિગેટ એચએમએસ સદરલેન્ડ ચાલુ સપ્તાહના અંતમાં ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. અને દક્ષિણ ચીન સાગરમાંથી થઇને બ્રિટન પરત ફરશે. તેમણે આ મામલે અમેરિકાના વલણનું સમર્થન કરતા કહ્યું કે અમેરિકા જે કરી રહ્યું છે અમે તેનું પૂર્ણ સમર્થન કરીએ છીએ. વૈશ્વિક પરીદ્રશ્ય બહુ ઝડપથી બદલી રહ્યું છે ત્યારે બ્રિટન અને ઓસ્ટ્રેલિયા માટે તક છે કે તે નેતૃત્વ દર્શાવતા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter