વિદેશી પ્રવાસીઓ અને NRI માટે ભારતના રેલ્‍વે તંત્રની ભેટ, ૩૬૦ દિવસ પહેલા કરી શકશે ટિકિટ બુક

ભારતના રેલ્‍વે તંત્રએ વિદેશી પ્રવાસીઓ અને NRI માટે ટિકિટ બુક કરાવા નવી સુવિધાનો ઉમેરો કર્યો છે.

હવેથી વિદેશી પ્રવાસીઓ અને NRI ૧૨૦ દિવસની જગ્યાએ ૩૬૦ દિવસ પહેલા તેઓની ટિકિટ બુક કરાવી શકશે. આ નવી સુવિધા આગામી સપ્તાહથી જ અમલમાં મુકવા માટેની જાહેરાત કરી દેવાશે.

આ સુવિધા માત્ર મેલ એક્ષપ્રેસ ટ્રેન, રાજધાની, શતાબ્‍દિ ગતિમાન તથા તેજસ ટ્રેન પૂરતી જ મર્યાદિત રહેશે. તથા આ ટ્રેનોમાં ફર્સ્‍ટ એસી, સેકન્‍ડ એસી તથા એકઝીક્યુટીવ કલાસને જ લાગું પડશે થર્ડ એસી તથા સ્‍લિપર કોચને લાગું નહીં પડે.

વિદેશી પ્રવાસીઓ અને NRI ઘેર બેઠા ૩૬૦ દિવસ પહેલા જ પોતાની મુસાફરી કન્‍ફર્મ કરી શકશે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage