વડોદરા : ધો.9ની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકનું દુષ્કર્મ

વડોદરામાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ચાલકે વિદ્યાર્થીની પર દુસ્કર્મ આચર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની તથા તેના ભાઇઓને મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. આ અંગે પીડિતાની માતાએ આરોપી વાન ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં ઇગ્લીશ મીડિયમમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સ્કૂલવાનના ચાલકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાન ચાલક જયેશ વિભાભાઇ ભરવાડ છેલ્લા ત્રણ માસથી આ માસૂમ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતો હતો.

આ નરાધમ વાન ચાલક વિદ્યાર્થિની પર એસિડ છાંટવાની અને તેના બંને ભાઇઓને મારી નાખવાની ધમકી આપતો હતો. સ્કૂલ છુટ્યા બાદ આ નરાધમ વાન ચાલક વિદ્યાર્થિનીને સયાજી ટાઉનશીપ રોડ પર આવેલી સીએમ આવાસના પાંચમા માળે લઇ જતો હતો. જ્યાં છેલ્લા ત્રણ મહિનામાં વારંવાર દુષ્કર્મ આચર્યાનો પીડિતાએ આરોપ મૂક્યો છે. આ વિદ્યાર્થિની એક વરસથી આ વાનમાં શાળાએ જતી હતી. તે દરમિયાન જયેશ ભરવાડ છેલ્લા 6 માસથી આ વિદ્યાર્થિનીને સતાવતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા આ ધૃણાસ્પદ સિલસિલામાં સગીરા ટ્યૂશનેથી પરત ફરી રહી હતી ત્યારે તેને સીએમ આવાસ યોજનાના મકાને બોલાવી હતી. તે વખતે સગીરા સાથે તેની એક સહેલી પણ હતી.

આ દરમિયાન સહેલીને નીચે ઉભી રાખીને સગીરાને લઇને નરાધમ જયેશ પાંચમાં માળે ગયો હતો. જો કે સગીરાને ઘરે પહોંચવામાં મોડુ થતા માતાએ તેને પૂછતા તે ભાંગી પડી હતી. આ રીતે જયેશ ભરવાડના કુકર્મોનો ભાંડો ફૂટ્યો હતો. આખરે માતાએ બાપોદ પોલીસ સ્ટેશને આરોપી વાન ચાલક જયેશ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter