વડોદરાના કુબેર ભવનમાં સરકારી બાબુઓ દિવાળી ગિફ્ટ લેતા ઝડપાયા

વડોદરામાં આ વર્ષે પણ સરકારી બાબુઓ ગિફ્ટ લેતા કેમેરામાં ઝડપાયા હતા. વડોદરાના કુબેર ભવન સહિતના બાબુઓ ગિફ્ટની આપ લે કરતા નજરે પડ્યા હતા.

મીડિયાકર્મીઓના કેમેરા જોતા સરકારી બાબુઓ અને ગિફ્ટ આપવા આવેલા લોકોએ દોડી મૂકી ભાગ્યા હતા. ખાનગી સેક્ટરના લોકોએ સરકારી બાબુઓને વર્ષ દરમિયાન તેની રહેમ નજર રહે તેમજ પોતાના કામ કઢાવવા માટે સરકારી બાબુઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

બીજી તરફ દિવાળીના પર્વે સરકારી બાબુઓએ ગિફ્ટ લીધી હતી. બાદ મીડિયાકર્મીના કેમેરા જોતા ભાગાભાગી કરવા લાગ્યા હતા.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage