લિંગ પરીક્ષણ કરતા તબીબ રંગે હાથે ઝડપાયો, ભાજપ ધારાસભ્યોને કારણે ધરપકડ અટકી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારે રાત્રે ભ્રૂણના લિંગની તપાસ કરનારા એક ડોક્ટર દંપત્તિને રંગે હાથ ઝડપી પાડયું છે. દરોડાની કાર્યવાહી રાજસ્થાન સરકારના પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક સેલની ટુકડીએ કરી છે.

પરંતુ ભાજપના સ્થાનિક ધારાસભ્ય સંજીવ રાજા અને અનિલ પરાશરના હસ્તક્ષેપને કારણે ડોક્ટર દંપત્તિને કસ્ટડીમાં લઈ શકાયા નથી. એટલું જ નહીં, બંને ધારાસભ્યોએ પીસીપીએનડીટીના અધિકારીઓને અલ્ટ્રાસાઉન્ડ મશીનો અને આરોપી તબીબોને એરેસ્ટ કરવા દીધા નહીં.

સૂત્રોનું કહેવું છે કે અલીગઢના જિલ્લાધિકારી સહિત ઘણાં અધિકારીઓએ ભાજપના ધારાસભ્યોને આમ કરવાથી રોક્યા હતા. પરંતુ તેમણે પીસીપીએનડીટીના અધિકારીઓને તેમનું કામ કરવા દીધું નહીં. જો કે ધારાસભ્યોએ તેમના પરના આરોપોને ફગાવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter