લંડન : કાર દ્વારા રાહદારીઓને કચડવાનો પ્રયાસ, દસ લોકો ઈજાગ્રસ્ત

લંડનમાં કાર દ્વારા રાહદારીઓને કચડવાનો પ્રયાસ થયો છે. જેમાં એકની ધરપકડ કરાઈ છે.

બ્રિટીશ પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરી લંડનમાં આ બેફામ કારે રાહદારીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દસ જણા ઘાયલ થયા છે. ધ સન અખબારે બે જણાના મોતનો પણ દાવો પણ કર્યો છે.

બ્રિટનનાં પીએમ થેરેસા મેએ આને ભયંકર ઘટના ગણાવી છે. આ મામલામાં પોલીસે એક જણાની ધરપકડ કરી છે. આ ઘટના લંડનના ફિન્સબરી પાર્ક વિસ્તારમાં સેવન સિસ્ટર્સ રોડ પર બની હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મસ્જિદમાંથી લોકો નીકળી રહ્યાં હતાં ત્યારે આ બેફામ કારે લોકોને અડફેટે લીધા હતાં.  મહત્વનું છે કે ત્રણ જૂને લંડનમાં આ પ્રકારના જ હુમલામાં આઠના મોત થયા હતાં જ્યારે કે પચાસ ઘાયલ થયા હતાં.

ત્રણ જૂનની ઘટનામાં ત્રણ આતંકીઓએ લંડન બ્રીઝ પર રાહદારીઓ પર વાન ચઢાવી દીધી હતી. એ બાદ બરો બજાર પાસે વાનમાંથી ઉતરી લોકો પર છુરાબાજી કરી હતી. તો તેની પહેલા રર માર્ચે એક વ્યક્તિએ લંડનના વેસ્ટ મિનિસ્ટર બ્રિઝ પર લોકો પર કાર ચઢાવી દીધાની પણ ઘટના બની હતી. જેમાં પાંચ જણાના મોત થયા હતાં.

રર મેના દિવસે આત્મઘાતી હુમલાખોરે પોપ સિંગર એરિયાના ગ્રાંડેના કોન્સર્ટમાં હુમલો કરતાં રરનાં મોત થયા હતાં. એરિયાનાનો કન્સર્ટ ઉત્તરી ઇંગ્લેન્ઠના મેનચેસ્ટરમાં થઇ રહ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter