રાહુલ ગાંધી સીધા જ નહીં પરંતુ આ પ્રક્રિયા દ્વારા બનશે કોંગ્રેસ અધ્યક્ષ

રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાજપોશીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ચર્ચા પહેલા પણ ઘણીવાર થઈ ચુકી છે.

પરંતુ આ વખતે લાગે છે કે દીવાળી બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી પાસેથી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી લેશે.

રાહુલ ગાંધી ઈચ્છે તો તેઓ મનોનીત થઈને પાર્ટી અધ્યક્ષ બની શકતા હતા. પરંતુ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પાર્ટીમાં ચૂંટણી પ્રક્રિયા દ્વારા જ અધ્યક્ષ પદ સંભાળવા ઈચ્છે છે.

તેને કારણે કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા તેજ છે અને આ મહિના અંત સુધીમાં તમામ ઔપચારીકતાઓ પૂર્ણ કરીને રાહુલ ગાંધીની તાજપોશી કરી દેવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter