રાહુલ ગાંધીનું BJP અને સંઘ પર નિશાન, કહ્યું- RSSએ આપ્યો હતો મોદીને નોટબંધીનો આઇડીયા

કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં હાજરી આપતા રહ્યું કે નોટબંધીનો આઈડિયા ન તો આરબીઆઈ કે નાણાંપ્રધાન અરૂણ જેટલીનો હતો. આ નિર્ણય આરએસએસના એક પદાધિકારીના કહેવાથી લેવામાં આવ્યો હતો.

સંઘે આ આડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો અને તેના પર વડાપ્રધાન મોદીએ કામ કર્યું છે. કર્ણાટકમાં ભાજપ વિભિન્ન સંસ્થાઓમાં કબ્જો કરવાની કોશિશ કરી રહ્યું છે. કર્ણાટકના ચાર દિવસના પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પ્રમુખ પર નિશાન સાધવાની કોઈ તક છોડી નથી.

મિશન કર્ણાટક પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે. ભાજપ ભારતના ઈન્સિટિટ્યૂટને કેપ્ચર કરવાની કોશિશ કરી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે સંઘ પ્રમુખ મોહન ભાગવતેના નિવેદન આપી દેશની સેના અને દેશના નાગરિકોનું અપમાન કર્યું છે. નકલી હિંદુ મામલે રાહુલે કહ્યું કે જે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યાં છે. તેમને જઈને આ મામલે પૂછવું જોઈએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter