VIDEO: રથયાત્રાનાં ટેબ્લોમાં કટ આઉટ અને સૂત્રોએ જમાવ્યુ આકર્ષણ

અમદાવાદ શહેરમાંથી રવિવારે નીકળેલી 140 મી પરંપરાગત રથયાત્રાના લોકોત્સવનાં ભાવિકોએ શ્રદ્વા અને ભકિતભાવપૂર્વક વધામણાં કર્યા હતા, જ્યારે રથયાત્રામાં સામેલ ટ્રકોમાં કેટલાક સૂચક બેનરોએ લોકોને આકર્ષિત કર્યા હતા.

રથયાત્રામાં અલગ-અલગ થીમ પર આધારિત કેટલીક ટ્રકો જોડાઇ હતી. જેમાં અનેક કટઆઉટ અને બેનરના માધ્યમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો વળી, સર્વધર્મ સમભાવને સાર્થક કરતા કટ આઉટ પણ કોમી એકતાના દર્શન કરાવતા હતા. યોગ પર પ્રકાશ પાડતા બેનર ઊંડીને આંખે વળગતા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter