રજનીકાંત અને કમલ હસન સાથે દેખાયા ! : તમિલનાડુના રાજકારણમાં હલચલ

દક્ષિણભારતના બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસની તમિલનાડુની રાજનીતિમાં એન્ટ્રી થઈ છે. બંને અભિનેતા વચ્ચે મુલાકાત થઈ. કમલ હસને રજનીકાંતના ઘરે લન્ચ લીધું. બંને અભિનેતાની આ મુલાકાતથી તમિલનાડુમાં રાજકીય અટકળો ફરીથી તેજ થઈ છે. જોકે કમલ હસને આ મુલાકાતને રાજકીય રીતે હોવાનો ઈન્કાર કરીને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. તો રજનીકાંતે કહ્યું કે કમલ હસન તમિલનાડુના લોકોની સેવા કરવા ઈચ્છે છે. તેઓ રાજકારણમાં માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે નથી આવ્યા. રજનીકાંતે કમલ હસનને શુભેચ્છા પાઠવી.. કમલ હસન 21 ફેબ્રુઆરીએ તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના છે. રજનીકાંત પહેલા જ જાહેર કરી ચૂક્યા છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભાની તમામ 234 બેઠકો પર ચૂંટણી લડશે. એવામાં એથી ભલા બે, એમ કમલ હસનની રજનીકાંત સાથેની મુલાકાતથી તમિલનાડુના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter