યુપીના ગોરખપુર મહોત્સવમાં પોલીસે લોકો પર કર્યો લાઠીચાર્જ

યુપીના ગોરખપુર મહોત્સવમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે. મહોત્સવમાં બેકાબૂ બનેલી ભીડ પર કાબૂ મેળવવા પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. કાર્યક્રમમાં માલિની અવસ્થી અન રવિ કિશનના કાર્યક્રમ દરમ્યાન આ ઘટના બની.

મહોત્સવમાં રવિ કિશન જિયા હો બિહાર કે લાલા ગીત ગાઈ રહ્યા હતા ત્યારે કોઈ એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે પોલીસને દખલગીરી કરવાની જરૂર પડી હતી. યુપી સરકારના સાંસ્કૃતિક વિભાગે મહોત્સવ માટે 35 લાખ રૂપિયાના બજેટની ફાળવણી કરી છે.

મહોત્સવના કારણે યોગી સરકાર વિપક્ષના નિશાને છે. વિપક્ષનું કહેવુ છે કે ભાજપ સૈફઈનો વિરોધ કરે છે. અને હવે ગોરખપુરમાં મહોત્સવનું આયોજન કરી રહી છે. યુપી સરકારે ગોરખપુર આસપાસના જિલ્લામાં પર્યટન અને સાસ્કૃતિક ધરોહરના પ્રચાર માટે ગોરખપુર મહોત્સવનું આયોજન કર્યું છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter