GSTV
Home » News » મોબાઈલ નંબર પોર્ટેબિલીટીની જેમ હવે બેંક ખાતા નંબર પોર્ટેબિલીટી થશે, આરબીઆઈની બેંકોને સુચના

મોબાઈલ નંબર પોર્ટેબિલીટીની જેમ હવે બેંક ખાતા નંબર પોર્ટેબિલીટી થશે, આરબીઆઈની બેંકોને સુચના

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એસ એસ મુન્દ્રાએ બેંકોને એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી તરફ કામ કરવાની સુચના આપી છે કારણ કે તે સ્પર્ધાને વધારવા અને ગ્રાહક સેવામાં સુધારો લાવવા માટેનું આ એક પગલું છે.

તાજેતરમાં બેન્કિંગ ઑમ્બડ્સમેનની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન સંબોધતા તેમણે કહ્યું હતું કે વધુ ટેક્નૉલૉજી સમજનારા ગ્રાહકોની નવી પેઢી માટે વધુ પસંદગીઓ આપવા માટે બેન્કોએ આગળ આવું જોઈએ.

આરબીઆઇએ ​​એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સ્થિતિ ઊભી થશે જેમાં ગ્રાહકો કોઈ એક સંસ્થામાંથી બીજા સંસ્થામાં શાંતિથી જોઈડાઈ શકશે.”

મુન્દ્રાએ જણાવ્યું હતું કે આ એકાઉન્ટ્સની પોર્ટેબિલિટીની શક્યતા સાથે વધુ ભાર મૂકવામાં આવશે અને બેંકોને એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી તરફ કામ કરવાની સુચના આપી છે.

મુન્દ્રાએ ડ્રોપબોક્સના ચેકના નુકશાનના વધતા વલણ અને આવા ફરિયાદોનું નિવારણ કરવામાં બેન્કો દ્વારા નો વલણનો ઉલ્લેખ કર્યો હતો. આવા કિસ્સાઓમાં, ડેપ્યુટી ગવર્નરે સૂચવ્યું હતું કે ગ્રાહક “તરત જ વળતર થવું જોઈએ”

 

Related posts

નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે

Bansari

મંદીથી બચવા બેન્કોએ 9 દિવસમાં 81,781 કરોડ રૂપિયાની વહેંચણી કરી, સરકારે કરી આ સુવિધા

Mansi Patel

ચીનને તોડવાનો કર્યો પ્રયત્ન તો હાડકા ભાંગી નાખીશું, જાણો શી જિનપિંગે કોને આપી ચેતવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!