મહેસાણામાં દિવાળી ટાણે પાટીદાર સમાજે જે કર્યુ તે જાણીને તમે પણ કહેશો વાહ!

દિવાળી હોય અને ઘરમાં પ્રકાશ અને મિષ્ટાન્ન ન હોય તો ચોક્કસ અજુગતું લાગે. સાચી વાત ને ?? ત્યારે પાટીદારોના હબ એવા મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા સસ્તા દરે મિષ્ઠાન્ન મળી રહે તે માટે ખાસ આયોજન કર્યુ છે. દિવાળીના તહેવારમાં અત્યાર સુધીમાં 20 ટન મીઠાઈ અને ફરસાણનું વેચાણ પણ થયુ છે.

ભારે મોંઘવારીમાં સસ્તા દરે મીઠાઈ અને ફરસાણ મળી રહે તે માટે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા મોટાપાયે મિઠાઈ બનાવવામાં આવી રહી છે. મહેસાણાના દેદિયાસણ કોમ્યુનિટી હોલમાં પાટીદાર મિષ્ટાન્ન લેવા માટે ભારે ધસારો જવા મળી રહ્યો છે. આત્યાર સુધીમાં 20 ટનનું વેચાણ પણ થઇ ગયું છે. સસ્તા દરે વેચાણ બાદ પણ જે નફો વધશે તે પાટીદાર સમાજના બાળકો માટે ખર્ચ કરવામાં આવશે.

મીઠાઈ અને ફરસાણ બનાવીને તેનું વાજબી ભાવે વેચાણ પણ શરૂ કર્યુ છે, તો સાથે સાથે ઘરે ઘરે ફરીને પણ ઓર્ડર બૂક કરવામાં આવી રહ્યાં છે. જેમાં બજાર ભાવ કરતા 100 રૂપિયા ઓછા દરે મિષ્ટાન્ન આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે આજ રીતે પાટીદાર મિષ્ટાન્ન બનાવીને નવ લાખ કરતા વધુનો નફો લેવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે 45 ટનનો ઓર્ડર પણ મળી ગયો છે, શુદ્ધ અને સારી ગુણવત્તાવાળા પાટીદાર મિષ્ટાન્ન જુદા જુદા સ્ટોલ સમગ્ર મહેસાણા જિલ્લામાં વેચવામાં આવી રહ્યાં છે. મિષ્ટાન્નાના વેચાણમાંથી જે નફો થશે તે સમાજના ઉત્થાન માટે ઉપયોગ કરવાનું નક્કી કરી પાટીદાર સમાજે નવી રાહ ચીંધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter