મનફાવે તેમ બાઇક પાર્ક કરતા વિચારજો, જુઓ આ વીડિયો

સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે કેટલાક લોકો મનફાવે તે રીતે બાઇક પાર્ક કરતા હોય છે ત્યારે એક બાઇકચાલકને આ રીતે બાઇક પાર્ક કરવાનું ભારે પડ્યું હતું. કારણ કે બાઇક ચાલક બાઇક પાર્ક કરતા સમયે પટકાતા તેને ઇજા પહોંચી હતી.

કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી ડી. રૂપાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ખોટી રીતે પાર્કિંગ કરી રહેલા શખ્સ સાથે બનેલી ઘટના છે. પોલીસ અધિકારીએ વીડિયોને પોસ્ટ કરતી વખતે લખ્યું છે કે તમારા વાહનને સુરક્ષિત સ્થાન પર પાર્ક કરો. આ વીડિયોમાં એક યુવક દુકાનની સામે બાઈક પાર્ક કરતો જોવાય છે. તે જેવું બાઈક પાર્ક કરે છે કે તે સંતુલન ગુમાવતા બાઈક સહીત ખુદ ખાબકે છે. જો કે, પાસેની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. બાઈકની સાથે યુવકના નીચે પડતાની સાથે જ તેને બચાવવા દોડી ગયા હતા. ટ્વિટમાં આ ઘટના ક્યાં સ્થાનની છે તેનો ખુલાસો કરાયો નથી. પરંતુ આ વીડિયો 20 સપ્ટેમ્બરનો હોવાનું ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે.

VIDEO જોવા માટે ક્લિક કરો

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage