મગફળી અને કપાસના પાકવીમા મામલે વિધાનસભામાં તડાપીટ

ખેડૂતોને મગફળીનો પાકવીમાે ચૂકવવા બાબતે ખેડૂતોમાં નારાજગી વચ્ચે કપાસનો પાકવીમો તો ખેડૂતોનો ટલ્લે ચડી ગયો છે. સરકાર ખુદ ક્યારે મળશે અે જણાવવા અસમર્થ છે. રાજ્યમાં લાખો ખેડૂતો કપાસ અને મગફળીના પાકના વીમા માટે પ્રીમિયમ ભરે છે. સરકારી ધિરાણ લેનાર માટે સરકારે ફરજિયાત પાકવીમો લેવાનો નિયમ કરી દેતાં ખેડૂતોમાં અા મામલે પણ અસંતોષ ચાલી રહ્યો છે. ફરજિયાત પ્રીમિયમના ચૂકવણા છતાં ખેડૂતોને કપાસ અને મગફળીનો પાકવીમો પૂરતો નથી. અાજે વિધાનસભામાં પ્રશ્રોત્તરી સમયે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચકમક ઝરી હતી. બનાસ કાંઠા, નવસારી માં કપાસ અને મગફળી નો પકવીમાં ખેડૂતો ને ચુકવાયા નથી.  હાલમાં બંને જિલ્લા માં પાક વિમાની ગણતરી ચાલી રહી હોવાની સરકારે સ્પષ્ટતા કરી હતી. કપાસનો પાકવીમો ન ચૂકવાતાં ખેડૂતોમાં અસંતોષનો માહોલ છે.

મગફળી અને કપાસ ના પાક વીમા ના ભાવ અને ટેન્ડર દ્વારા વીમા કંપનીઓ ને કેટલી રકમ ચુકવાઇ તે બાબતે વિપક્ષ ના નેતા દ્વારા અાકરા પ્રહારો ગૃહમાં કરાયા હતા. કેન્દ્ર  અને રાજ્ય સરકારે વીમા કંપનીઅોને કેટલી રકમ ચૂકવી, ખાનગી વીમા કંપનીઓ ને ઊંચા દરે ટેન્ડરો સ્વીકારી 25 હજાર કરોડ થી વધુ ની રકમ ચુકવાઇ હોવાનો પણ અાક્ષેપ થતાં સમગ્ર મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગૃહમાં ઉગ્ર રજુઆત થઈ હતી. સરકાર તરફી નીતિન પટેલે જવાબ આપતા કહ્યું રાજ્ય માં વરસાદની સ્થિતિ ને જોતા અલગ અલગ વિસ્તાર માં પ્રીમિયમ અલગ વસુલાય છે, વિપક્ષ ના નેતા ના આક્ષેપો અને આંકડા ખોટા હોવાનો બચાવ કર્યો હતો. ખાનગી વીમા કંપનીઓ ને કોની સરકારમાં પ્રવેશ મળ્યો તે બાબતે પણ બંને પક્ષોએ આક્ષેપો કર્યા હતા. પાછલા દરવાજે અા બાબતે ભ્રષ્ટાચાર અાચરાતો હોવાના પણ અાક્ષેપો થયા હતા. ખેડૂતોને પાકવીમો સમયસર મળતો નથી અે વાસ્તવિકતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter