ભાવનગરમાં જનેતા બની જાલીમ, બાળક હોસ્પિટલના બિછાને

ભાવનગરમાં એક સગી માતા તેના નાનકડા દિકરાની દુશ્મન બની ગઇ અને હવે માસૂમ બાળક હોસ્પિટલના બિછાને પહોંચી ગયું છે.

માતા માટે દિકરો તો એના જીવ કરતા પણ વ્હાલો હોય. પણ દેવરાજ કદાચ કમનસીબ છે. કારણકે તેની સગી જનેતાએ જ તેને ધુત્કારીને તેના પર જુલમ ગુજાર્યો છે. જેથી દેવરાજ હવે સરટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને દેવરાજનો કબજો ચાઇલ્ડ પ્રોટેકશન વિભાગે લઇ લીધો છે.

દેવરાજ જેની સગી માતા ગવુબેને તેના ભાઇભાભી સાથે મળીને ખૂબ માર માર્યો. કારણકે ગવુબેનને દેવરાજ ગમતો નથી. ગવું જેણે છૂટાછેડા લઇને બીજે લગ્ન કરી લીધા હતા અને દેવરાજ તેના પહેલા પતિથી થયેલો દિકરો છે. જેથી જાલીમ માતા ગવુંબેનને દેવરાજ ગમતો નથી. માટે તેણે રાત્રી દરમિયાન રસ્તા પર જ માર માર્યો. જે બાદ ઇજાગ્રસ્ત થયેલા દેવરાજને લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હવે આ મામલે આરોપી માતા અને તેની ભાઇભાભી સામે કાયદેસરનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter