ભાવનગરમાં ગાંધીજી પર અમિત શાહની ટિપ્પણી બાદ કોંગ્રેસના દેખાવો

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહેસાણા કસ્ટોડીયલ ડેથની તપાસ સીબીઆઈ પાસે કરવાની માંગ સાથે આવેદન પત્રક આપ્યું છે. જ્યારે ગાંધીજી અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહની ટિપ્પણીથી થયેલા વિવાદથી રોષે ભરાયેલા કાર્યકરોએ અમિત શાહનું પુતળાનું દહન કર્યું. આ સમય દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને ચક્કાજામ કરતા થોડીવાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસે ઘટના સ્થળે આવીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter