ભરૂચ: કેબલ સ્ટેઇડ બ્રીજ પર ટોલટેક્સ ઉઘરાવતા કોંગ્રેસના આગેવાનોએ કર્યો ઉગ્ર વિરોધ

ભરૂચના ઝાડેશ્વરના કેબલ સ્ટેઇડ બ્રીજ પર ટોલ ટેક્સ વસુલવાનો પ્રારંભ થતા જ કોંગ્રેસે ઉગ્રતા પૂર્વક તેનો વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો.

Read Also: ભરૂચ: કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલટેક્સ લેતા વાહનચાલકોમાં રોષ

જેમાં પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. કોંગ્રેસે શનિવારના રોજ આ મુદ્દે ધારાસભ્યોના ઘરના ઘેરાવ કરવાનું એલાન પણ કર્યુ છે. ઝાડેશ્વર ચોકડી ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ માંડવા ટોલ ટેક્સ તરફ કૂચ કરી ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયુ હતું. જે બાદ પોલીસે 35 જેટલા કોંગી અગ્રણીઓ ની અટકાયત કરી વાહન વ્યવહારને પૂર્વવત કર્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter