ભરૂચમાં આખલાએ મહિલાને હવામાં ફંગોળી, જુઓ VIDEO

ભરૂચમાં શકિતનાથ રોડ પર એક આખલો એક બાદ એક બે મહિલા માટે આફતરૂપ સાબિત થયો.

કાળા રંગનો આ આખલો અચાનક ભડક્યો. જેમાં આખલાએ પહેલા એક્ટિવા પર બેઠેલી એક મહિલાને સામાન્ય ઢીંક મારી. ત્યારબાદ થોડે આગળ રસ્તા પર ફોન પર વાતચીત કરીને ચાલી જતી મહિલાને અંદાજે દસેક ફૂટ હવામાં ફંગોળી હતી. જેમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter