બેઠકોમાં ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીના અંદાજની કરે છે નકલ!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંદાજની નકલ કરે છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બેઠકોમાં ટ્રમ્પ વડાપ્રધાન મોદી દ્વારા કહેવામાં આવેલી બાબતોનો ઉલ્લેખ કરતી વખતે ટ્રમ્પ મોટાભાગે ભારતના પીએમના અંદાજની નકલ કરે છે.

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં પોતાની ઓવલ ઓફિસમાં અફઘાનિસ્તાનમાં વધારાના અમેરિકન દળોને મોકલવાને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં ટ્રમ્પે વડાપ્રધાન મોદીની નકલ કરી હતી. અખબારના અહેવાલ મુજબ, બેઠકમાં ટ્રમ્પે મોદીની નકલ કરતા કહ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન અંગ્રેજી બોલી અને સમજી શકે છે. પરંતુ તેઓ પોતાની ભાષા હિંદીમાં જ વાતચીત કરવાનું પસંદ કરે છે. તેમણે કહ્યુ હતુ કે અમેરિકા સિવાય દુનિયામાં કોઈપણ દેશે કોઈપણ પ્રકારના ફાયદા વગર અફઘાનિસ્તાનમાં આટલું યોગદાન આપ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ખાતે તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી લગભગ ત્રણ વખત બંને નેતાઓ વચ્ચે મુલાકાતો થઈ ચુકી છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે સંબંધો ઘણાં સારા છે અને તેને કારણે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ઘણીવારપોતાની ઓવલ ઓફિસમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે.

ટ્રમ્પનો દાવો છે કે ભારતીય નેતાનું આ નિવેદન બાકી દુનિયાના આ વિચારને ખોટો સાબિત કરી શકે છે કે અમેરિકા અફઘાનિસ્તાનનો ફાયદો ઉઠાવી રહ્યું છે. જો કે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલની પુષ્ટિ ન તો વ્હાઈટ હાઉસે કરી છે અને ન તો વિદેશ મંત્રાલયે કરી છે. અમેરિકામાં ભારતીય અધિકારીઓએ પણ આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પહેલા જ ઘણાં લોકોના અંદાજની નકલ કરી ચુક્યા છે અને પોતાના આ અંદાજ માટે તેમની ઘણી ટીકા પણ થાય છે.

મહત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે અમેરિકાએ નવી રણનીતિ પર ટ્રમ્પે કામ શરૂ કર્યું છે. આ રણનીતિ હેઠળ અમેરિકાની સેના નવી કોમ્બેક્ટ એડવાઈઝરી ટીમ્સને તેનાત કરવાની છે. તેમને અફઘાનિસ્તાનમાં વધુ હુમલા થઈ રહ્યા હોય અને જ્યાં પહોંચવું મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં અમેરિકાની કોમ્બેક્ટ એડવાઈઝરી ટીમ્સની તેનાતી કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter