બિહારમાં મહાગઠબંધન પર મહાસંકટ, નીતિશ કુમારની દિલ્હી મુલાકાત રદ્દ

બિહારના મહાગઠબંધનની સરકાર પર સંકટના વાદળો વધુ ઘેરાયા છે. નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના નથી. આગામી સપ્તાહે નીતિશ કુમાર દિલ્હી જવાના હતા. પરંતુ તેમણે પોતાની દિલ્હી મુલાકાતને રદ્દ કરી છે.

નીતિશ કુમારનો એજન્ડા જેડીયુની રાષ્ટ્રીય કારોબારીના પદાધિકારીઓ સાથે મુલાકાત કરવાના હતા. દિલ્હીની મુલાકાત દરમિયાન નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરવાના હતા. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની સરકારના ભવિષ્ય હવે એ બાબત પર નિર્ભર છે કે સીબીઆઈ દ્વારા લગાવાયેલા ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવ નાયબ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપે છે કે નહીં?

સોમવારે તમામ રાજકીય પાર્ટીઓનું રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થઈ રહેલી વોટિંગની પ્રક્રિયા પર કેન્દ્રીત હતું. સૂત્રો પ્રમાણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ વિચારણા કરશે કે તેજસ્વી યાદવને નીતિશ કુમાર દ્વારા હટાવવામાં આવશે અથવા ગઠબંધન ધર્મને સમજાવીને તેજસ્વી યાદવ ખુદ પોતાનું પદ છોડે.

બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ એમ ત્રણ પાર્ટીઓના મહાગઠબંધન દ્વારા નીતિશ કુમારની આગેવાનીમાં સરકાર ચાલી રહી છે. આરજેડી પાસે સૌથી વધારે ધારાસભ્યો છે. આ મહાગઠબંધનમાં કોંગ્રેસ સૌથી નાની પાર્ટી છે. પરંતુ 10 દિવસ જૂના ગતિરોધમાં હસ્તક્ષેપ કરવા માટે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આગ્રહ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે ભ્રષ્ટાચાર મામલે વિચાર વિમર્શ કરવા માટે તેજસ્વી યાદવે મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે મુલાકાત કરવાની કોશિશ પણ નહીં કરી હોવાને કારણે તેઓ નારાજ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter