બનાસકાંઠા: ડિસામાં તેલના ડબ્બામાં નિયત વજન કરતા ઓછું તેલ નિકળતાં બબાલ

બનાસકાંઠાના ડીસામાં તેલિયા રાજાઓ લોકોને છેતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

તેલનું ઉત્પાદન કરનારાઓ જાણીતી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને ઓછું તેલ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ડીસામાં ગ્રાહકને શંકા જતાં તેમણે વજન કરાવ્યું. જેમાં 15 કિલોના ડબ્બામાંથી 14.5 કિલો જ તેલ નીકળ્યું હતું. એટલું જ નહીં તેલના ડબ્બાના વજન સામે સવાલો ઉઠાવનારા યુવકને માર મારવામાં આવ્યો હતો. આથી આ મામલે ડીસા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter