GSTV
Home » News » બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોની સ્થિતિ બની કફોડી, બટાકાના ભાવ ન મળતાં મુશ્કેલી વધી

બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોની સ્થિતિ બની કફોડી, બટાકાના ભાવ ન મળતાં મુશ્કેલી વધી

બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આમ તો ડીસા પંથક બટાકા માટે દેશમાં વિખ્યાત છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બટાકાના ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે. આ વર્ષે પણ નવા બટાકા નીકળવાની શરૂઆત થઇ ગઈ હોવા છતાં બટાકાના ભાવ ન મળતાં ખેડૂતોના માથે આફતના વાદળ છવાયા છે.

ડીસા ગુજરાતની બટાકા નગરી છે. પરંતુ આ બટાકા નગરીને કોઈની નજર લાગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે આ બટાકા જ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી બટાટામાં મંદીના છવાયેલા વાદળો હજુ પણ ખસતાં નથી. ત્રણ વર્ષથી બટાટાના ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. હવે આ વર્ષે પણ બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ડીસા પંથકમાં દર વર્ષે બટાકાનું લાખો હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. જેના કારણે મબલખ ઉત્પાદન થાય છે. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે ત્રણ વર્ષની મંદી બાદ બટાકાના ભાવ સારા મળશે. પરંતુ બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ડીસા પંથકમાં ખેડૂતોથી પણ બદતર હાલત બટાકાના વેપારીઓની છે. અત્યાર સુધી 10 થી વધુ વેપારીઓએ આત્મહત્યા કરી છે. સરકાર દ્વારા બટાકાનાં ટ્રાન્સપોર્ટ પેટે જે સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી તે સબસીડી હજુ પણ વેપારીઓને નસીબ નથી થઈ. જેના કારણે બટાકાના વેપારીઓની વધુ કફોડી સ્થિતિ બની છે. નવા બટાકા નીકળવા છતાં હજુ માર્કેટમાં બટાકાના ભાવ નથી. જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ડીસાની ઓળખ બટાકા છે. પરંતુ હવે આ ઓળખ આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ માટે અભિશાપરૂપ બનતી જાય છે. ત્યારે સરકાર ખેડૂતો અને વેપારીઓની પરિસ્થિતિ સમજીને ટેકાના ભાવે ખરીદી અથવા મબલખ ઉત્પાદન થયેલા બટાકાનું વિદેશમાં નિકાસ માટેના પ્રયત્નો કરે તો કમોતે મરતાં વેપારીઓ અને ખેડૂતોને બચાવી શકાય.

Related posts

રૂપાણી સરકારે ખેડૂતોને કર્યા ખુશખુશાલ : આ યોજના થકી ખેડૂતોની વર્ષો જૂની માંગણી થઈ પૂર્ણ

Mayur

રૂપાણી સરકારે બજેટના આ સેક્ટરમાં મસમોટી જાહેરાત તો કરી દીધી, પણ હવે રૂપિયામાં જોરદાર ફટકો પડવાનો છે

Mayur

શિક્ષણનો વિકાસ કરવાની રૂપાણી સરકારની ‘કેજરીવાલ ટેક્નિક’ : હવે બનશે શિક્ષણ સર્વોત્તમ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!