પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર :  હ્યુ હેફનરનું 91 વર્ષની વયે નિધન

સૌથી જાણીતા મેન્સ લાઈફસ્ટાઈલ મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યુ હેફનરનું 91 વર્ષની વયે અવસાન થયું છે.

પ્લેબોય એન્ટરપ્રાઇઝેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે તેમના ઘરમાં શાંતિથી અંતિમ શ્વાસ લીધા.

હ્યુ હેફનરનો જન્મ શિકાગોમાં થયો હતો. તેમના પિતા સ્કૂલ ટીચર હતા. હાઇ સ્કૂલ બાદ હ્યુ ક્લાર્ક તરીકે આર્મીમાં જોડાયા હતા.

હ્યુ એસ્કવોયર મેગેઝીનમાં કોપી રાઇટર પણ હતા.

એક સમયે વિશ્વમાં સૌથી વધારે વેચાતા મેગેઝીન્સ પૈકીના એક પ્લેબોય દ્વારા હેફનરે તેમની અલગ દુનિયા બનાવી હતી.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter