પોસ્કો એક્ટ શું છે? પોસ્કો એક્ટની રચના ક્યારે કરાઈ?

ગુજરાત હાઈકોર્ટે પોસ્કો એક્ટને લઈને લાલ આંખ કરતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તરૂણ અવસ્થામાં પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ સજા ફટકારવાનો નિર્ણય લીધો છે. કોર્ટે અવલોકનમાં ટાંક્યું કે, કાયદામાં કરવામાં આવેલી સજાની જોગવાઈમાં કોર્ટ કોઈપણ પ્રકારની છૂટ આપી શકે નહીં.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કે.વાય. કોગજેની ડિવિઝનલ ખંડપીઠે પોસ્કો એક્ટના ગુનેગારોને લઘુત્તમ 10 વર્ષની સજા ફટકારવાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નોંધ્યું કે, નાની વયે સંમતિથી પણ સંભોગ કરવામાં આવશે તો કાયદો માફ નહી કરે. કાયદામાં 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી.આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનના જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી શકે છે.

કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે,  10 વર્ષની આકરી સજા આજની પેઢીને ભોગવવી ન પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી સરકારની રહેશે. સરકાર પોસ્કો એક્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમાચારપત્ર, સાઈનબોર્ડ, રેડિયો અને ટેલિવિઝનનો ઉપયોગ કરે. આ ઉપરાંત કોર્ટે શાળા કોલેજોમાં પણ જાગૃતિ ફેલાવવાનો આદેશ આપ્યો છે.

શું છે પોસ્કો એક્ટ!

2012માં દેશભરમાં વધી રહેલી દુષ્કર્મની ઘટના બાદ પોસ્કો એક્ટની રચના કરવામાં આવી હતી. પોસ્કોનો મુખ્ય હેતુ દુષ્કર્મ, જાતીય સતામણી જેવા કેસમાં રક્ષણ આપવાનો છે. કેન્દ્ર સરકારે પોસ્કો એક્ટમાં સંશોધનની મંજૂરી આપ્યા બાદ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજાને વધારીને 20 વર્ષ કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter