પોરબંદરમાં ઉબડખાબડ રસ્તાઓનું ચોમાસા પહેલા સમારકામ કરવા સ્થાનિકોની માંગ

 

પોરબંદરમાં ગટરના કામના કારણે પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તામા ખાડા અને ગાબડાં છે. જ્યાં ત્યાં માટીના ઢગલા પડેલા હોવાથી ધૂળથી લોકો પરેશના  થઈ ઉઠ્યા  છે.  આ રસ્પતા પરથી સાર થતા હાલમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા ઉબડખાબડ રસ્તાઓની હાલત ચોમાસામાં વધુ ખરાબ થાય તેવી  તમામ શકયતા છે. જેથી હવે વગર ચોમાસે રસ્તાને લઇને ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ચોમાસામાં શું હાલત થશે. તેની કલ્પના માત્રથી  લોકો ધ્રુજી ગયા છે. આવી પરિસ્થિતિમાં  નાગરિકોની તીવ્ર માંગણી છે કે  રસ્તાઓનું સમારકામ કરવામાં આવે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter