પાક.ને 300 મિલિયન ડોલરની સહાય આપવાનો USનો ઇન્કાર

અમેરિકાએ પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે. અમેરિકાની સંરક્ષણ સંસ્થા પેંટાગોન પાકિસ્તાનને અપાનારી 300 મિલિયન ડોલરની સૈન્ય સહાયતા રાશિ આપવાનો ઇન્કાર કર્યો છે.

પેંટાગોનના પ્રવક્તાએ કહ્યું છે કે હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાન ચોકકસ પગલા લીધા છે તે સંરક્ષણ સચિવ સાબિત કરી શક્યા નથી. આ માટે પાકિસ્તાનને મળનારી સૈન્ય સહાયત રોકી દેવાઇ છે. 300 મિલિયન ડોલરની આ સહાય પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે આપવાની હતી. પેંટાગોનના આંકડા અનુસાર 2002થી અમેરિકાએ પાકિસ્તાનને 14 બિલિયન ડોલરની મદદ કરી છે. જો કે હવે અમેરીકાની આંખો ખુલી છે.

મહત્વનુ છે કે આ પહેલા પણ પાકિસ્તાનને મળનારી આર્થિક મદદને કરજમાં પરિવર્તિત કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભલામણ કરી હતી. તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે ગયેલા ટ્રમ્પ સાથે શરીફને મંચ પર હાજર પણ નહોતા રહેવા દેવાયા.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter