પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બોમ્બ બ્લાસ્ટ, 17 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શનિવારે વિસ્ફોટ પિશિન બસ સ્ટોપની નજીક પાર્કિંગમાં થયો જે ઊંચી સુરક્ષા વાળો વિસ્તાર છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે અને 20થી વધારે ઈજાગ્રસ્ત થયા છે.

12 મૃતકોના દેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને લાશો પૂરી રીતે બળી ગઇ છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો જેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર સરફરાઝ બુગતીએ જણાવ્યું કે એવું લાગે છે કે બોમ્બ બસ સ્ટોપની નજીક ઊભેલા એક વ્હીકલમનાં રાખવામાં આવ્યો હતો. બુગતીએ કહ્યું તપાસ ચાલુ છે પરંતુ હુ પુષ્ટિ કરી શકું છું કે આ એક મોટો બ્લાસ્ટ હતો અને આશરે 12 લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા છે.

બોમ્બ વિસ્ફોટનો નિશાનો પાકિસ્તાની આર્મીના જવાન હતાં.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter