નીરવ મોદીનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવા જતાં સરકારને લાગ્યો જોરદાર ઝટકો જાણો વિગતે

ફૂલેકાબાજ નીરવ મોદીનો પાસપોર્ટ સસ્પેન્ડ કરતી સરકાર માટે જોરદાર ઝટકો આપતા સમાચાર આવ્યા છે. નીરવ મોદીએ પાછલા વરસે જ એનઆરઆઇ એટલે કે વિદેશમાં વસતા ભારતીય તરીકેનો દરજ્જો મેળવી લીધો છે. એટલે કે નીરવ પાસે અન્ય કોઇ દેશનો પાસપોર્ટ પણ છે.

પંજાબ નેશનલ બેંકનુ કૌભાંડ સામે આવે તે પહેલા જ નીરવ મોદી એનઆરઆઇ બની ચૂક્યો છે. આવામાં હવે નીરવ મોદીનો ભારત આવવાનો ઇરાદો ન હોય તેવી શંકા પણ પ્રબળ બની રહી છે. તો નીરવ સામે કાર્યવાહી કરવા થનગનાટ બતાવી રહેલી મોદી સરકારને પણ મોટો ઝાટકો લાગી શકે છે.

નીરવ મોદીની કંપનીઓને ભારતીય બેંકોએ ફંડ અને નોન ફંડ આધારીત લોન આપી હતી. નીરવ મોદીની કંપની એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના શેરહોલ્ડર્સને અપાયેલા દસ્તાવેજોમાં નીરવ મોદી એનઆરઆઇ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

આ દસ્તાવેજ પર છ નવેમ્બર ર૦૧૭ની તારીખ નોંધાયેલી છે. એએનએમ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં અપાયેલા દસ્તાવેજમાં નીરવ મોદીના એનઆરઆઇ દરજ્જા ઉપરાંત તેનુ સરનામુ દુબઇનુ આપવામાં આવ્યુ છે.

મહત્વનુ છે કે નીરવની પત્ની અમેરિકાની નાગરિકતા ધરાવે છે તો જ્યારે કે તેનો ભાઇ બેલ્જિયમનો નાગરિક છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter