નારણ રાઠવાનું ફોર્મ માન્ય થતાં કોંગ્રેસે હાશકારો અનુભવ્યો

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસે કાઢેલા વાંધા-વાચકાઓ વચ્ચે બંને પક્ષોના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના ત્રણેય ઉમેદવારો તેમજ કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ વાંધા સાથે માન્ય રાખવામાં આવ્યા છે.

વાંધા અંગે હવે ચૂંટણી અધિકારીઓ આવતી કાલે 2-30 વાગ્યા સુધીમાં નિર્ણય કરશે. નારણ રાઠવાને ફક્ત પંદર મિનિટમાં નો-ડ્યુ સર્ટિફિકેટ અપાતા ભાજપે વિરોધ કર્યો હતો. આથી નારણ રાઠવાના ફોર્મ અંગે મોડી સાંજ સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું. પરંતુ ચૂંટણી અધિકારીએ નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખતા કોંગ્રેસે હાશકારો અનુભવ્યો છે. આ પહેલા કોંગ્રેસે પણ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને કિરીટસિંહ રાણાની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી અધિકારીઓએ કોંગ્રેસના વાંધા સાથેનું ભાજપના ત્રણેય ઉમેદવારોનું ફોર્મ માન્ય રાખ્યું હતું. કોંગ્રેસે સરનામા અને સહી બાબતે ભાજપના ત્રણેય ઉમેદવારો સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આખરે ચૂંટણી અધિકારીએ ભાજપના ત્રણેય ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા છે. જે બાદ કોંગ્રેસના ઉમેદવારો અમી યાજ્ઞિક અને નારણ રાઠવાના ફોર્મની ચકાસણી કરાઇ હતી. નારણ રાઠવાના ફોર્મની ચકાસણી સમયે ભાજપે તેમને મળેલા નો-ડ્યુ સર્ટિફિકેટ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter